શાળા વિષે

શેઠ હિરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઇસ્કૂલ, નવસારી કેળવણી મંડળ દ્વારા ચાલે છે. નવસારી કેળવણી મંડળના સેવાભાવી સ્થાપકો દ્વારા ૨૨ ડિસેમ્બર ૧૯૩૫ ના રોજ શાળાની સ્થાપના થઈ. આ એક રાષ્ટ્રીય શાળા છે, જે  છેલ્લા ૮૩ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે.

શાળાના ઉદ્દેશો

 • માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું જેથી બાળકોનાં શૈક્ષણિક ખ્યાલો સબળ બંને  સાથે જરૂરિયાત અનુસાર અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ શ્રેષ્ઠતમ આપવું.
 •  શાળામાં સંવાદિતા અને સોહાર્દ્પૂર્વકનું વાતાવરણનું નિર્માણ કરવું જેથી સમાજમાં બધા જ વર્ગોના બાળકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર શિક્ષણ મેળવી શકે.
 • સચોટ અને કાયમી રહે એવું વિષય શિક્ષણ આપવું જેને માટે પૂરતાં શૈક્ષણિક સંશાધનો પૂરાં પાડવાં. વિષય શિક્ષણમાં કચાશ દોષ ન રહે એનું ધ્યાન રાખવું.
 • શાળામાં મૂલ્યલક્ષી શિક્ષણ આપવું. જેને માટે વિવિધ મૂલ્યોને ઉજાગર કરતી સહઅભ્યાસ, અભ્યાસપૂરક પ્રવૃત્તિઓનું આયોજન કરવું. સમાજને મૂલ્યસભર નાગરિકોનું પ્રદાન કરવું.
 • શાળાનાં જાહેર પરીક્ષાઓના સારા પરિણામો તથા સર્વાંગી વિકાસ કરી વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવું.
 • સમયની સાથે બદલાતા રહી અસ્તિત્વમાં આવતા ઇનોવેટિવ  ટેક્નોલૉજીનો વ્યાપ વધારતા રહી તેનો શાળા શિક્ષણ-વહીવટમાં ઉપયોગ કરવો.
 • One Team One Mission મુજબ શાળાની ટીમે શાળા સંચાલક મંડળ સાથે ટયૂનિંગમાં રહી શાળારથને હંમેશાં ગતિશીલ, પ્રગતિશીલ રાખવો.

શાળા વિષે માહિતી

ગાંધી વિચારધારાના આજીવન પુરસ્કર્તા, સ્વતંત્ર સંગ્રામના સૈનિક, સમાજસેવક તેમજ આદ્યસ્થાપક શ્રી લાલભાઈ ડા. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ. દેસાઇ તથા એમનાં સ્વતંત્ર સંગ્રામના સાથીમિત્રો શ્રી રઘુનાથજી નાયક, શ્રીમતી સુભદ્રાબેન દેસાઇ વગેરે દ્વારા ૨૨ મી ડિસેમ્બર ૧૯૩૫ નાં રોજ નવસારી હાઇસ્કૂલની સ્થાપના થઈ જેનું નવીનીકરણ બાદ શેઠ હીરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઇસ્કૂલ નવસારી નામકરણ થયું.

શાળાનાં કાર્યો

શાળા સ્થાપનાં વખતે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળને શાળાનો હેતુ દેશભક્તિ, દેશદાઝ ધરાવતા યુવાનો તથા સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં જોડાય એવા યુવાનોનું નિર્માણ કરવાનું હતું. એમાં શાળાને ખૂબજ સારી સફળતાઓ મળી શાળામાંથી જાહેર સાહસો રાજકારણ તથા સરકારમાં ખૂબ સારા પ્રભાવશાળી યુવકોએ જે તે ક્ષેત્રમાં ઉમદા કામગીરી બજાવી હતી.

૧૯૪૨ ના ‘હિંદ છોડો’ આંદોલન વખતે શાળાનાં બધા જ ટ્રસ્ટીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા ખાતર જેલવાસ પણ વેઠયો છે આવી અમારી રાષ્ટ્રીય શાળા છે.

શાળા એ પારદર્શી પ્રતિબિંબ છે. જેનાં કેન્દ્રમાં વિદ્યાર્થીઓ હોય એમનાં સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક તથા શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સાથે સાથે શાળાનાં આદ્યસ્થાપક યુગપુરુષોની પૂણ્યતિથિ પણ એમનાં આદર્શો અને એમની દેશસેવાની ભાવનાને યાદ કરી શ્રધ્ધાંજલિ આપી ઉજવવામાં આવે છે.

શાળા કર્મચારીઓનાં પ્રયત્નો અને વિદ્યાર્થીઓનાં મનોપ્રયત્નો થકી વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે શાળામાં ગાણિતિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક, વાણિજ્ય, શારીરિક શિક્ષણ, કોમ્પ્યૂટર તથા ટેકનિકલ ને લગતા વિવિધ વિષયોનું ખૂબજ રસપૂર્વક શિક્ષણ આપવામાં આવે છે.

શાળાનાં 360 Degree Overall Development ને દ્રષ્ટિમધ્યે રાખી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, પરીક્ષાઓ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો અવિરતપણે ચાલતા જ રહે છે. ભાષા કૌશલ્યો-લેખન કૌશલ્યના વિકાસ અર્થે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત હિન્દી તીસરી-વિનીત અને સેવકની પરીક્ષાઓ તેમજ Tata Building India આયોજિત નિબંધસ્પર્ધા તેમજ અન્ય કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતી નિબંધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. ગાણિતિક-ગણન શક્તિઓના વિકાસ અર્થે તેમજ વૈજ્ઞાનિક વલણના વિકાસાર્થે National talent Search (NTSE) Exam, પ્રખરતા શોધ કસોટી, GCERT દ્વારા યોજાતા વિજ્ઞાનમેળાઓ, UNESCO – New Delhi દ્વારા આયોજિત International Science Olympiad, Silver Zone Maths Olympiad  નવસારી જિલ્લા ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા લેવાતી ગણિત વિજ્ઞાનની પરીક્ષાઓ ; રંગ કલા કૌશલના વિકસાર્થે રાજ્ય પરીક્ષા બોર્ડની ઇન્ટરમીડીએટ અને એલિમેંટરીની પરીક્ષાઓ રાષ્ટ્રભક્તિ અને દેશદાઝના ગુણોના સિંચન માટે દાદાભાઈ નવરોજી દેશભક્તિગીતની સ્પર્ધા, વિવેકાનંદ મિશન, વડોદરાની વિવેકાનંદ લેખિત કવીઝ સ્પર્ધા, તેમજ વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીની નવસારી શાખા દ્વારા વર્ષ 2017 અને 2018 માં 12 મી જાન્યુઆરીએ પુષ્પાંજલિનો કાર્યક્રમ તથા માગસર સુદ અગિયારસના દિવસે ગીતાજયંતિની ઉજવણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા GK IQ quiz પણ યોજવામાં આવે છે. સયાજી વૈભવ લાઈબ્રેરી દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રકલ્પો.

 • Junior Red Crose દ્વારા ચાલતી વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ,
 • Rotary Club of Navsari દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિઓ,
 • ગાંધીમેળાની પ્રવૃત્તિઓ,
 • Eco-club ની પર્યાવરણ જાગૃતિની પ્રવૃત્તિઓ,
 • સેવાદળની પ્રવૃત્તિઓ વગેરે,

શાળાની સિદ્ધિઓ

 • ગુજરાત સરકારનાં શિક્ષણવિભાગ દ્વારા અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર મારફત થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન કરતાં શાળા વર્ષ૨૦૦૮–૨૦૦૯ ના વર્ષ માટે ‘ઉત્કૃષ્ટ શાળા’ તરીકે પસંદ થયેલ છે અને રૂ. ૧૦,૦૦૦/- તથા ઉત્કૃષ્ટ શાળા એવોર્ડ પ્રશસ્તિપત્ર પ્રાપ્ત થયેલ છે.
 • માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિની યોજના નં-૧૧ અંતર્ગત શાળાનું (H.S.C.) માર્ચ-૨૦૧૩ ની પરીક્ષામાં કન્યાઓનું પરિણામ ૧૦૦% મેળવવા બદલ રૂ. ૧૧,૦૦૦/- નો પુરસ્કાર અને ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી અભિનંદન પત્ર મળેલ છે.
 • રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરાય તે માટે પ્રોત્સાહક ઈનામ આપવામાં સરકારશ્રીનાં શિક્ષણ વિભાગના તા. ૧૭/૦૯/૨૦૧૪ ના ઠરાવ અંતર્ગત વર્ષ-૨૦૧૩-૧૪ માં નવસારી જિલ્લાની પ્રથમ ક્રમની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી તથા પ્રોત્સાહક ઈનામ તરીકે રૂ. ૧,૦૦,૦૦૦/- નો પુરસ્કાર શાળાને મળેલ છે.
 • વર્ષ – ૨૦૧૩-૧૪ માં શ્રેષ્ઠ શાળા તરીકે સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમે પસંદગી થવા બદલ પ્રશસ્તિપત્ર તથા પ્રોત્સાહક ઈનામ તરીકે રૂ. ૩,૦૦,૦૦૦/- નો ચેક શિક્ષણ વિભાગ અને કમિશ્નરશ્રી શાળાઓની કચેરી તરફથી શાળાને મળેલ છે.

 • શૈક્ષણિક વર્ષ – ૨૦૧૬-૧૭ ના ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ આપણી શાળાના આચાર્ય શ્રી રાજેષભાઈ એન. ટંડેલને તા. ૦૫/૦૯/૨૦૧૭ “શિક્ષકદિન” નાં રોજ માનનીય રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત થયો હતો. પ્રશસ્તિપત્ર અને રૂ. ૫૧,૦૦૦/- નો રોકડ પુરસ્કાર મળ્યો હતો.
 • ગુજરાત બોર્ડની પરીક્ષામાં માર્ચ – ૨૦૦૬ માં (S.S.C.) પરીક્ષામાં શાળાનો વિદ્યાર્થી શ્રી ભાર્ગવ રાહુલ ઝવેરી એ સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
 • ગુજરાત બોર્ડની પરીક્ષામાં માર્ચ – ૨૦૦૬ માં (S.S.C.) પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી શ્રી ચિંતનકુમાર સુરેશભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આઠમો તથા જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે.
 • રાજ્યકક્ષાની ગુજકોષ્ટ સાયન્સ ક્વીઝ સ્પર્ધામાં સમગ્ર રાજ્યની ૨૫ જેટલી ટીમોમાંથી શાળાનાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ વિશાલ ઠાકોરભાઈ ટેલર તથા કુમારી કિંજલ લાલજીભાઈ પટેલે સમગ્ર સ્પર્ધામાં પ્રથમ રહી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ છે.
 • વર્ષ – ૨૦૦૬ માં ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ૪ બાય ૧૦૦ ની રીલે દોડમાં શાળાના વિદ્યાર્થી રાઠોડ હિરેન રમેશભાઈ એ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ છે.
 • ગુજરાત બોર્ડની પરીક્ષામાં માર્ચ – ૨૦૦૬ માં (S.S.C.) પરીક્ષામાં શાળાનાં વિદ્યાર્થીની રાઠોડ મનાલી કિશોરકુમારે ડો. આંબેડકર શિષ્યવૃત્તિ S.T. જાતિના વિદ્યાર્થીઓમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રૂ. ૪૦,૦૦૦/- નું ઈનામ પ્રાપ્ત કરેલ છે.
 • ગુજરાત બોર્ડની પરીક્ષામાં માર્ચ – ૨૦૧૩ માં (S.S.C.) પરીક્ષામાં શાળાનાં વિદ્યાર્થીની પટેલ જિજ્ઞા જયંતિભાઈએ ડો. આંબેડકર શિષ્યવૃત્તિ S.T. જાતિના વિદ્યાર્થીઓમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રૂ. ૫૦,૦૦૦/- નું ઈનામ પ્રાપ્ત કરેલ છે.
 • G.C.E.R.T. દ્વારા આયોજીત વિજ્ઞાન મેળામાં રાજ્યકક્ષાએ અનેકવાર શાળાની કૃતિઓ એ પ્રતિનિધિત્વ કરેલ છે.
 • વર્ષ – ૨૦૧૨ માં ગુજકોષ્ટ દ્વારા સાયન્સસીટી ખાતે યોજાયેલ સાયન્સ કવીઝમાં શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે.

 આચાર્યશ્રીઓ