આચાર્યશ્રીનો સંદેશ

શાળા એ મા સરસ્વતીનું મંદિર છે અને સંસ્કારનું ધામ છે. ગામનું ઘરેણું છે અને સમાજનું દર્પણ છે. શાળાનાં માધ્યમ થકી જ આદર્શ નાગરિક, આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. રાષ્ટ્ર ઘડતરના આ ઉમદા કાર્યમાં સહભાગી થવાનો અમને સૌને આનંદ છે.

શ્રેષ્ઠતમ એવા આ શિક્ષણનાં યજ્ઞકાર્યમાં વિદ્યાર્થીઓ જ કેન્દ્રમાં હોય છે. દરેક બાળકમાં રહેલા ઈશ્વરીય અંશનો સ્વીકાર કરી પૂર્ણ Devotion અને Dedication થી શિક્ષણ આપવું એ મંડળ તથા શાળા બધાની ફરજ છે.

વિદ્યાર્થી ઉત્થાન વિકાસની કોઈપણ શૈક્ષણિક અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી સમાજને ઉત્કૃષ્ટ, ચારિત્ર્યવાન નાગરિક અર્પણ કરી સમાજનું ઋણ અદા કરવાનો આ સંસ્થામાં જોડાયેલ તમામનો જીવનમંત્ર છે.

શાળાનું ભાવાવરણ તંદુરસ્ત રાખીને, શાળાનો વહીવટ પારદર્શક અને ગુણવત્તાયુક્ત રાખીને શાળારથને પ્રગતિશીલ રાખવો એ બધાની સામૂહિક ખેવના હોવી શાળા વિકાસ માટે જરૂરી છે.

Hard-work has no Substitute અને Charity begins from home જેવા મુદ્રાલેખને અનુસરીને વ્યવસાયિક ક્ષેત્રમાં દ્દષ્ટાંતરૂપ બનીને સમાજને એનો લાભ મળવો જોઇએ.

શ્રી રાજેષભાઈ એન. ટંડેલ 

(આચાર્યશ્રી)

શેઠ હીરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઇસ્કૂલ,

નવસારી.